શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ

                       શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ ની સ્થાપના ઠક્કરવાડી- આણંદ ખાતે ઈ.સ. ૧૯૯૨ માં કરવામાં આવી. ‘શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ’ ની મધ્યસ્થ મહાસમિતિ ની મીટીંગ માં ગુજરાતભરમાંથી પધારેલા ૪૦૦ થી ૫૦૦ લોહાણા મહાજનના પ્રતિનીધીઓની હાજરીમાં તે વખતના રાજકોટના મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી જશુબેન જસાણી એ શ્રીમતી મંગળાબેન કારીયાને પ્રમુખ સ્થાને જાહેર કર્યા. એ વખતે શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન પાસે પોતાનું મકાન ન હોવાથી કોઈ ઈતર પ્રવૃત્તિ થઇ ન હતી. ઈ.સ. ૧૯૯૬ માં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન નું પોતાનું મકાન “અમૃતવાડી” નું મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૯૬-૯૭ માં પ્રમુખ તરીકે શ્રીમતી સુમનબેન ખખ્ખર, ઉપપ્રમુખ તરીકે શ્રીમતી મંગળાબેન કારીયા અને મંત્રી તરીકે શ્રીમતી વર્ષાબેન આર. મીરાણી ની વરણી કરવામાં આવી. શ્રીમતી સુમનબેન ખખ્ખરના નેતૃત્વ હેઠળ મહિલા મંડળની કુલ સંખ્યા ૫૦ થી ૫૫ થઇ. મહિલા મંડળ દ્વારા, મહાજનના સહયોગથી પ્રતિ વર્ષ બાળકો માટેની રમતો, ગરબા હરીફાઈ, દીકરીઓ માટે ગૌરીવ્રત ના કાર્યક્રમો, ભજન હરીફાઈ વગેરે પ્રવૃતિઓ થતી. ઈ.સ. ૧૯૯૭-૨૦૦૧ ના ચાર વર્ષ માટે શ્રીમતી ભારતીબેન શીંગાળાના નેતૃત્વમાં, શ્રીમતી મંગળાબેન કારીયા ઉપપ્રમુખ અને શ્રીમતી વર્ષાબેન મીરાણી મંત્રી તરીકે ફરીવાર કાર્યરત થયા.

Read more /less

                       ઈ.સ. ૨૦૦૧-૦૩ ના બે વર્ષ માટે શ્રીમતી મંગળાબેન કારીયા ના નેતૃત્વમાં શ્રીમતી ગાયત્રીબેન ચોલેરા ઉપપ્રમુખ અને શ્રીમતી મીનાબેન રાજા એ મંત્રી તરીકે મહિલા મંડળનો ચાર્જ સંભાળ્યો.

                       ઈ.સ. ૨૦૦૩-૦૫ માં પ્રમુખ તરીકે શ્રીમતી અરુણાબેન કોટેચા, ઉપપ્રમુખ તરીકે શ્રીમતી હિનાબેન પાવાગઢી તેમજ મંત્રી તરીકે શ્રીમતી રમાબેન લાખાણી ની વરણી કરવામાં આવી.

                       ઈ.સ.૨૦૦૫-૦૮ ની ટર્મ માટે ફરીથી શ્રીમતી મંગળાબેન કારીયા ના નેતૃત્વમાં, ઉપપ્રમુખ તરીકે શ્રીમતી હસુમતીબેન ઠક્કર અને મંત્રી તરીકે શ્રીમતી મીનાબેન રાજા કાર્યરત થયા.

                       ઈ.સ.૨૦૦૮-૧૧ ની ત્રણ વર્ષની ટર્મ માટે શ્રીમતી હીનાબેન પાવાગઢી ને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે શ્રીમતી વર્ષાબેન મીરાણી અને મંત્રી તરીકે શ્રીમતી રમાબેન લાખાણી જોડાયા.

                       ઈ.સ.૨૦૧૧-૧૭ ની છ વર્ષની ટર્મ માટે શ્રીમતી મંગળાબેન કારીયા ના નેતૃત્વમાં, ઉપપ્રમુખ તરીકે શ્રીમતી હસુમતીબેન ઠક્કર અને મંત્રી તરીકે શ્રીમતી હીનાબેન પાવાગઢી એ સેવાઓ આપી.

                       ઈ.સ.૨૦૧૭ ...... તૃપ્તિબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ, ઉપપ્રમુખ તરીકે સોનલબેન કોટેચા તેમજ મંત્રી તરીકે હેમાંગીનીબેન કોટેચા સેવાઓ આપી રહ્યા છે.

                       ઉપરોક્ત બધી જ ટર્મના હોદેદારો માટે કયારેય ચુંટણી કરવામાં આવી નથી. હોદેદારોની વરણી સર્વાનુમતે જ કરવામાં આવે છે. દરેક ટીમો પોતાના પુરોગામીના કાર્યો આગળ ધપાવે છે અને નવા નવા કાર્યક્રમો ઉમેરે છે. જ્ઞાતિના બાળકો, બહેનો, દીકરીઓના સામાજીક તેમજ માનસિક વિકાસ માટે, મહિલા મંડળ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ કાર્યક્રમો જેવા કે રાંદલ પૂજા, રુદ્રી, સત્યનારાયણ ભગવાનની કથા, હોળીના રસિયા, વેશભૂષા, હિંડોળા દર્શન, ગરબા હરીફાઈ, ભજન, મહેંદી હરીફાઈ, વાનગી હરીફાઈ, વનભોજન વગેરે યોજે છે.મહાજનના કાર્યક્રમોમાં પણ મહિલા મંડળનો ખુબ જ સાથ મને સહકાર મળી રહે છે.