શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન ના નેજા હેઠળ, ઈ.સ. ૧૯૯૯ માં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળ ની સ્થાપના કરવામાં આવી. યુવક મંડળના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી અતુલભાઈ પાવાગઢી ની વરણી કરવામાં આવી. યુવક મંડળના અન્ય હોદેદારોમાં ઉપપ્રમુખ તરીકે શ્રી પરેશ કારીયા, મંત્રી તરીકે શ્રી રાજેશ કારીયા અને ખજાનચી તરીકે શ્રી બિમલ ગણાત્રા ની વરણી કરવામાં આવી. શરૂઆતના દિવસોમાં જ શ્રી બિમલ ગણાત્રા ને અમેરિકા જવાનું થતા, ખજાનચી તરીકે શ્રી જીગર કોટેચાની નિમણુક કરવામાં આવી.
મંડળના દ્વિતિય પ્રમુખ તરીકે ઈ.સ. ૨૦૦૧, માર્ચ માસ માં શ્રી પરેશ કારીયા ની નિમણુક થઇ. ઉપપ્રમુખ તરીકે શ્રી રાજેશ કારીયા, પોતાની સેવાઓ આપી.
મંડળના તૃતીય પ્રમુખ તરીકે ઈ.સ. ૨૦૦૧, ઓગસ્ટ માં શ્રી નવનીતભાઈ ઠક્કર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. તેમની સાથે મંત્રી તરીકે જીગર કોટેચા અને ખજાનચી તરીકે નયન ઠક્કર એ સતત બે વર્ષ સુધી સેવા આપી.
મંડળના ચોથા પ્રમુખ તરીકે ઈ.સ. ૨૦૦૩, એપ્રિલ માં શ્રી રશ્મીન મીરાણી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી. સાથે મંત્રી તરીકે શ્રી રાજેશ કારીયા અને ખજાનચી તરીકે શ્રી નયન ઠક્કરની વરણી કરવામાં આવી.
ઈ.સ. ૨૦૧૫મા “શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળ” નું “શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન” તરીકે નવું નામાભિધાન કરવામાં આવ્યું. આ પરિવર્તન નો મુખ્ય ઉદેશ આપની જ્ઞાતિના ૧૮ થી ૪૫ વર્ષના યુવક તેમજ યુવતીઓ બંને નો સંગઠન માં બહોળા પ્રમાણ માં સમાવેશ કરીને સમાજના યુવાધનને વિવિધ શિક્ષણલક્ષી અને રાષ્ટ્રલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વડે વિકાસની સમાન તક પૂરી પાડવાનો છે. સમાજના દરેક ક્ષેત્રમા આજે યુવતીઓએ પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર કરી છે.
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન ના ઉદેશો:
• લોહાણા જ્ઞાતિના યુવક/યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા કાર્યક્રમો નું આયોજન કરી તેના થકી જ્ઞાતિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવું.
• જ્ઞાતિના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ કે કુટુંબો અંગે માહિતી પ્રાપ્ત કરીને તેઓને શક્ય એટલી શૈક્ષણિક, આર્થિક તેમજ અન્ય સહાય પૂરી પાડવી.
• જ્ઞાતિના યુવાધનના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ, સ્પર્ધાત્મક પરિક્ષાઓ, સાંસ્કૃતિક હરીફાઈઓ, રમત-ગમતના આયોજન માટે સતત પ્રયત્નશીલ રહેવું.
• જ્ઞાતિજનોને રોજગાર મળી રહે તે માટે જરૂરી સહાયક પ્રયત્નો કરવા તેમજ સમાજના હિતાર્થે કો. ઓપ.બેંક, કો. ઓપ. સોસાયટી જેવી રચનાત્મક પ્રવૃતિઓ કરવા સતત પ્રયત્નશીલ રહેવું.
• રાષ્ટ્રહિતની પ્રવૃતિઓ જેવી કે સાક્ષરતા અભિયાન, વ્રુક્ષ ઉછેર, બ્લડ ડોનેશન કેમ્પ, ‘ડ્રગ્સ’ દુષણ નિવારણ જેવી પ્રવૃતિઓમાં સહભાગી થવું.
• શ્રી લોહાણા મહાપરીષદ, અખિલ ગુજરાત લોહાણા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ તેમજ અન્ય લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓની યોગ્ય પ્રવૃતિઓમાં સહભાગી થવું અને સંપૂર્ણ સહકાર પૂરો પાડવો.